AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં સતત ગરમીના મારા બાદ વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતમાં રવિવારના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે. જ્યારે હવે આવનારા પાંચ દિવસમાં રાજ્યના તમામા જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 30 જૂન સુધી ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદ વરસી શકે છે.  આ સિવાય સુરેન્દ્રનગર, જૂનાગઢ, બોટાદમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે રાજકોટ, પોરબંદર,  કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, ભરૂચ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદી માહોલ બનશે.

તેની સાથે હવામાન વિભાગે 27 જૂનના રોજ નવસારી, ગીર સોમનાથ, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. 28 જૂનના રોજ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભાવનગરમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. 29 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગરમાં વરસાદી માહોલ બનશે. જ્યારે 30 જૂનના રોજ વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.