AhmedabadGujarat

હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના ત્રણ જિલ્લાઓમાં આપ્યું રેડ એલર્ટ; અમદાવાદ માટે 48 કલાક ભારે

રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પ્રથમ રાઉન્ડમાં જ ધોધમાર વરસાદ પડ્યો છે. હવે બીજા રાઉન્ડના વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન સક્રિય બનવાની સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય બન્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગાહીના આધારે અમદાવાદમાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે.

આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા આજે જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ બન્યો છે. કચ્છના ખાવડા, લખપત, નખત્રાણામાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ભુજ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે.