રાજ્યમાં છેલ્લા થોડા દિવસો મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. ક્યારેક ગરમી તો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ગરમીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન સહિતના વિસ્તારમાં સક્રિય થયેલ એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશન ના લીધે રાજ્યમાં ગરમીનો પારો વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમ છતાં છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગરમીનું પણ જોર વધ્યું છે. એવામાં હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે 10 અને 11 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળવાની છે. તેના લીધે ગરમીમાં શેકાયા બાદ ફરી લોકોને બફારાનો સામનો કરવાનો વારો આવશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ હવાને લીધે ઉકળાટભર્યું વાતાવરણ રહેવાનું છે. જ્યારે આગામી તા. 10 અને 11 એપ્રિલ ના ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.
તેની સાથે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાનું છે. તેની સાથે 10 એપ્રિલના એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાનું છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં લીધે 10 અને 11 એપ્રિલનાં રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 10 અને 11 એપ્રિલનાં રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ચડવાનો છે.