ગુજરાતમાં વાતાવરણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ગરમી જ્યારે ક્યારેક કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી ગરમીએ જોર પકડ્યું છે. જ્યારે હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના રામાશ્રય યાદવ દ્વારા ગુજરાતના હવામાન લઈને જણાવવામાં આવ્યું છે કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરી છે. આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તારમાં હિટવેવની આગાહી પણ કરી છે. તેની સાથે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા વરસાદની આગાહી પણ કરી છે. જ્યારે ગીર સોમનાથ, દીવ અને પોરબંદરમાં હીટવેવની શક્યતા રહેલી છે. ગુજરાતમાં અરબ સાગરથી ભેજ આવતા કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળવાનો છે.
આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તેની સાથે તેમણે જણાવ્યુ છે કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પવન વધુ રહેવાનો છે. કચ્છના વિસ્તારોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા રહેલી છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં પણ પવન સાથે સામાન્ય વરસાદ જોવા મળશે.