હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ગુજરાતની નજીક ધીરે-ધીરે બિપોરજોય વાવાઝોડું વધી રહ્યું છે. જ્યારે હાલમાં ૬ કિમી પ્રતી કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાનું સૌથી વધુ સંકટ જખૌ બંદર પર રહેલું છે. આજે જ ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડું ટકરાવવાનું છે. તેના લીધે રાજ્યમા અત્યારસુધી ૯૫ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડા પ્રભાવિત દરિયા કિનારાના જિલ્લાઓમાંથી વહીવટી તંત્રનું મોટું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર પામેલા નાગરિકોને સરકારી આવાસોની ઈમારતો મા રાખી દેવામાં આવ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડા લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજે જખૌ પાસે બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે. આજે 10 થી 12 વાગ્યામાં ભયાનક વાવાઝોડું આવવાનું છે. વાવાઝોડાનો ઘેરાવો 450-500 km નો રહેવાનો છે. આજે બપોરથી સાંજ સુધીમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. જયારે ચિંતાજનક બાબત એ છે કે, આ વરસાદ આગામી ચોમાસા ને વિલંબકારી બનાવી શકે તેવી શક્યતા રહેલી છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડાને કારણે સાંજે સાત વાગ્યા સુધીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ વાવાઝોડાની અસર લગભગ અડધા ભારતમાં જોવા મળશે. તેમાં ખાસકરીને કચ્છ, માંડવી અને પાકિસ્તાનના ભાગોમાં વધુ અસર જોવા મળશે. કચ્છમાં વાવાઝોડું વધુ તબાહી મચાવે તેવી શક્યતા રહેલી છે. આ વાવાઝોડા ની સુપર સાયક્લોનિક અસર ગજબની રહેવાની છે. આજે સવારે ઝાંખડીમાં વરસાદ પણ આવ્યો છે એટલે સાંજ સુધીમાં ભારે વરસાદ વરસી શકે છે. ઓખા, દ્વારકા, પોરબંદર, જામનગરમાં પણ ભારે વરસાદ જોવા મળશે.