AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઇને કરી મોટી આગાહી

હવામાન વિભાગે સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેની સાથે વાતાવરણમાં ફરી ગરમીનો પારો વધવાનો છે. એવા હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના મુજબ, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. તેના લીધે બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. 13 અને 14 સપ્ટેમ્બરના અરબ સાગરમાં હવાનું દબાણ ઉભું થવાની શક્યતા રહેલી છે. તેમ છતાં સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા બાદ ગરમીના પ્રમાણમાં પણ વધારો થવાની શક્યતા છે.

તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક ‌જિલ્લાને બાદ કરતાં સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સામાન્ય રહેવાનું છે. નર્મદા, નવસારી, સુરત, ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે બે દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલ નીનોની અસરના લીધે સારા વરસાદની રાહ જોવી પડશે. આગામી અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સામાન્ય રહેવાની શક્યતા છે. તે દરમિયાન નોર્થ ગુજરાત પણ સૂકું રહેવાની શક્યતા રહેલી છે. તેની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ એ ઉત્તર ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહેલી નથી.