રાજ્યમાં ચોમાસું ધીરે-ધીરે હવે બેસી ગયું છે. કેમ કે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના દ્વારા છ તારીખના મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. તેના સિવાય પંચમહાલના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.
તેની સાથે છ તારીખના મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જ્યારે બંગાળ ના ઉપસાગર માં તારીખ 6 જુલાઈ અને 8 જુલાઈ એક સિસ્ટમ સક્રિય બની છે. તે ફરીથી રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી તારીખ 8 થી 16 તારીખ સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે.