રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવે ફરીથી વરસાદી માહોલ બનવાનો છે. તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ગઈ કાલના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ બન્યો હતો. જ્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તા. 23 થી 26 ઓગસ્ટના સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણના લીધે રાજ્યમાં ફરી વરસાદી માહોલ બનવાનો છે. જ્યારે આ મધ્ય પ્રદેશ અને ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે. તે કારણોસર ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાનો છે.
તેની સાથે તેમને વધુમાં જણાવ્યું છે કે, રાજ્યના ઉત્તર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાની સાથે રાજ્યનાં અનેક તાલુકાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે. જ્યારે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂચન આપવામાં આવ્યું છે.
જ્યારે 26 ઓગસ્ટથી સિસ્ટમ સક્રિય થવાની છે. તેના લીધે સપ્ટેમ્બર મહિના સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. ગણેશ ચતુર્થીનાં દિવસે પણ રાજ્યનાં અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ રહેવાનો છે. આ સિવાય ખેડૂતોને લઈને જણાવ્યું છે કે, વરસાદની હાલની પરિસ્થિતિને જોતા પાકમાં રોગચાળાની સ્થિતિ ઉભી થઈ શકે છે. જ્યારે બાગાયતી પાકમાં જીવાત ના ઈંડા પડે તેવી શક્યતા છે