AhmedabadGujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી ભયંકર આગાહી

ગુજરાતમાં ચોમાસુ વિધિવત રીતે બેસું ગયું છે. ગુજરાત અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં વરસાદ વરસીચૂક્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 30 જૂન સુધી વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે હવેવરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમના અનુસાર આગામી 48 કલાક ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 48 કલાક દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, પાટણ, કચ્છ, મહેસાણામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.

આ સિવાય તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી  48 કલાક અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ રહેવાનો છે. તેની સાથે વરસાદને લઈ સાબરમતી નદીના જળસ્તરમાં વધારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વરસાદી માહોલ બનવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.