AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી અત્યાર સુધીની મોટી આગાહી

ગુજરાતમાં ગઈ કાલના વિજળી કડાકા સાથે કમોસમી વરસાદનો વરસ્યો હતો. એવામાં ગરમીને લીધે લોકોને ગરમી રાહત મળી છે. જ્યારે હજુ પણ ગુજરાતમાં ચોમાસુંનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકવાનું છે. તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 7 મેં થી 7 જૂન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવી શકે છે. રોહિણી નક્ષત્રના લીધે આંધી વંટોળની સાથે દરિયામાં તોફાન આવવાની શક્યતા છે.

પ્રખ્યાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું 15 જૂનની આજુબાજુ બેસે તેવી શક્યતા રહેલી છે. એવામાં 4 જૂન સુધી પ્રિ મોન્સુન એક્ટિવિટીને લીધે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેમ છતાં તે પહેલા ગુજરાતમાં 7 થી 10 જૂન સુધી એક વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે. જ્યારે દરિયામાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રના લીધે જૂનના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વરસી શકે છે. તેની સાથે વાવાઝોડાનું સંકટ પણ દેખાઈ રહ્યું છે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આજે પણ વરસાદની શક્યતા રહેલી છે. આઇપીએલ મેચ દરમિયાન પણ વરસાદ વરસી શકે છે. ચોમાસાની વાત કરવામાં આવે તો અરબ સાગરમાં હવાના દબાણને લીધે નક્કી થાય છે તે  ક્યારથી થશે પરંતુ ૧૫ જૂનનું આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.