ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવારના રોજ લોકોને ભારે ઠંડીનો અહેસાસ થયો છે. એવામાં આજે અમદાવાદ, અમરેલી, કચ્છ, મોરબી, નર્મદા, રાજકોટ, વલસાડ અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા રહેલી છે. જ્યારે ભરુચ, બોટાદ, જામનગર અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા રહેલી છે. આ સિવાય બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા રહેલી છે. જ્યારે બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેલી છે.
આ સિવાય મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે. તેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આ અગાઉ કમોસમી વરસાદને લઈને આગાહી કરી ચુક્યા છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
તેમ છતાં રાજ્યમાં હાલ વરસાદની કોઇ શક્યતા રહેલી નથી. આ સાથે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું. જણાવવામાં આવ્યું હતું કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા રહેલી નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહે તેવી શક્યતા છે. ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જાય તેવી શક્યતા રહેલી છે. તેની સાથે રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાનું છે.