AhmedabadGujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉનાળાને લઈને કરી મોટી આગાહી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જ્યારે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ નથી. તેમ છતા હવામાન નિષ્ણાત દ્વારા રાજ્યમાં હળવા વરસાદને લઈને આગાઈ કરાઈ છે. જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઉનાળાને લઈને આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત રહેલી છે. 27 થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જોવા મળશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોને પીયત કરવું જરૂરી હોય છે. ગરમીની આગાહી કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે.

અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી વિસ્તારોમાં ધીરે-ધીરે ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ વળશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ વરસતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ ધીમી પડ્યા પછી વેલમાર્ક લો પ્રેશર બની જશે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે,  સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. 13 સપ્ટમ્બરના રોજ ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડવા લાગશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા રહેલી છે.