AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના ચોથા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી

ગુજરાતના વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાના ચોથા રાઉન્ડ ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર વધવાનું છે. તેની સાથે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. ભારે વરસાદની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાશે. સાબરમતી નદી પણ બે કાંઠે વહેતી જોવા મળશે. જ્યારે તાપી અને નર્મદાની જળ સપાટીમાં વધારો જોવા મળશે.

આ સિવાય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા રહેલી નથી.  જ્યારે વલસાડ, ભરૂચ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં  ભારે વરસાદ જોવા મળી શકે છે. તેમ છતાં વરસાદનું જોર હવે ઘટશે. આ સાથે આ દિવસોમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. તેની સાથે ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધી 83% વરસાદ વરસી ચુક્યો છે.  સૌરાષ્ટ્રમાં વરસાદે ભારે તબાહી મચાવી હતા તેના લીધે 120 % વરસાદ સૌરાષ્ટ્રમાં વરસી ચુક્યો છે.