GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારનાર સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે કમોસમી વરસાદ પછી રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 27 થી 30 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદ શક્યતા રહેલી છે. તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ સિવાય કેટલાક વિસ્તારમાં પવન સાથે પણ ભારે વરસાદ જોવા મળશે. ફ્રેબુઆરીના પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં મોટો પલટો જોવા મળશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં રહેલ છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ રહેલ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે તે સમયે ઠંડીમાં ઘટાડો જોવા મળશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેલી છે.

તેની સાથે ફેબ્રુઆરીની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા રહેલી છે. તેના લીધે ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડીનો અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેલી છે.