AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી: જુલાઈ કરતા ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ રહેશે ઓછું, પરંતુ ચોથા રાઉન્ડમાં પડશે ભારે વરસાદ

રાજ્યમાં વરસાદે હાલ થોડો વિરામ લીધો છે, પરંતુ જલ્દી જ રાજ્યના વાતાવરણમાં મોટી હલચલ થવા જઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસદનર લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં જુલાઈ કરતા ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ રહેશે, પરંતું ઓગસ્ટ મહિનામાં વરસાદનો ચોથો રાઉન્ડ રાજ્યમાં ભારે વરસાદ લાવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ મહીનાના પ્રમાણમાં ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડશે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આગામી 24 કલાકમાં  દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ ઓગસ્ટના વરસાદી સિસ્ટમ ને બંગાળના ઉપસાગરમાંથી વેલમાર્ક લો પ્રસરે ખોરવી નાંખી છે. આ સિવાય બંગાળના ઉપસાગરનો બધો વરસાદ પૂર્વીય દેશોમાં એક ચક્રવાતે ખેંચી લીધો છે. અને તેના કારણે જ વાતાવરણમાં ભેજ ઓછો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમાલીયા બાજુથી આવતા ભારે પવનો ફૂંકાઈ રહ્યા હોવાના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદના હળવા ઝાપટા પડી રહ્યા છે.  આગામી 10 તારીખ સુધી આ પવનનું જોર રહી શકે છે. હાલ ગુજરાતના કચ્છની બોર્ડર પાસે ના વિસ્તારો, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. બંગાળની ખાડીમાં 19 થી 21 ઓગસ્ટ દરમિયાન એક મજબૂત સિસ્ટમ સર્જાશે જે રાજ્યમાં વરસાદ લઈને આવશે. બંગાળના ઉપસાગર માં એક પછી એક સિસ્ટમ બનવાના કારણે બંગાળના ઉપસાગર માં ભારે હલચલ થશે. જેના કારણે પણ રાજ્યમાં ભારે વરસાદ પડશે.