GujaratAhmedabad

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના પોલીસ સ્ટેશનોને લઈને કરી મોટી જાહેરાત

વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે ગુજરાતના 200 પોલીસ સ્ટેશનને PI કક્ષામાં અપગ્રેડ કરવાની જાણકારી આપવામાં આવી છે. દરેક પોલીસ સ્ટેશનમાં એક આઈટી એક્સપર્ટની નિમણૂંકતા કરવામાં આવશે. આવનાર દિવસોમાં 650 જેટલા આઈટી એક્સપર્ટની ભરતી કરાશેશે. જ્યારે ગુજરાતના 200 આઉટ પોસ્ટ જે હેડ કોન્સ્ટેબલથી ચાલી રહ્યા હતા ત્યાં PSI ની નિમણૂંકતા કરવામાં આવશે. પોલીસ ફોર્સની જિલ્લાઓમાં ફાળવણી હવે PPR ના આધારે કરવામાં આવશે.

આ બાબતમાં હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોશન ટાઈમ ઘટાડાશે. જી હા હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરવામાં આવશે. તેના આધારે ગુનાના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ માત્ર 20 મિનિટમાં આવી પહોંચશે. જ્યારે શહેરી વિસ્તારોમાં 10 મિનિટમાં પહોંચી જશે. તેનો અર્થ એ કે, શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળ પર પોલીસનો કાફલો આવી પહોંચશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુનાના સ્થળ પર પોલીસ 20 મિનિટમાં પહોંચશે.

તેની સાથે વધુમાં તેમને જણાવ્યું કે, ગુજરાતમાં નવા પોલીસ સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા છે. તેના માટે પણ વાહનોની ખરીદી કરવામાં આવશે. જ્યારે આ મામલામાં બજેટમાં 8.83 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવા 1100 વાહનો ખરીદવામાં આવશે. રાજ્યના પોલીસ વિભાગમાં કેન્દ્ર સરકારની વાહન સ્ક્રેપિંગની નીતિના આધારે સ્ક્રેપ થયેલા વાહનોની સામે નવા વાહનો ખરીદવાનું નક્કી કરવામાં આવેલ છે. તેના માટે નાણાંકીય વર્ષ 2024-25 માં 24.82 કરોડની જોગવાઈ કરાઈ છે.