AhmedabadGujarat

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની આજે મુલાકાતે આવેલ છે. રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે નવા તૈયાર કરવામાં આવેલ 120 આવાસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજકોટમાં પોલીસ ભરતીને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ લેવાશે. ઉનાળા અને ચોમાસાના લીધે ફિઝિકલ પરીક્ષા લઈ શકાઈ નહીં તે કારણોસર સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવાશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિના પછી સરકાર દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવશે.

તેની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી આઠ હજાર જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. જેમાં બિન હથિયારી PSI ની 325 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જ્યારે હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ સિવાય જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરવામાં આવશે.