AhmedabadGujarat

IPLની ફાઇનલ મેચમાં પતિ રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરવા ધારાસભ્ય રિવાબા પહોંચશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

IPL 2023 ની 16 સીઝન હવે સમાપ્ત થવાના આરે છે. લીગ રાઉન્ડની મેચ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફાઈનલ મેચ પણ થોડા સમયમાં રમાવવાની છે. એવામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવશે. એવામાં આ ફાઇનલ મેચ પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા આ મેચને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

રિવાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવનારી ચેન્નાઈની મેચમાં તેમના પતિ અને તેમની ટીમનો ઉત્સાહ વધારવા માટે તે મેચ જોવા માટે આવશે. તેની સાથે રિવાબા જાડેજા દ્વારા ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને સેમિફાઇનલમાં જીત મેળવવા બદલ અભિનંદન પાઠવવાની સાથે જીતનો શ્રેય ક્રિકેટરો, મેનેજમેન્ટ અને ચાહકોને આપ્યો હતો.

તેમને તેની સાથે વધુમાં જણાવ્યું કે, ‘ચેન્નાઈ સુપર કિંગ્સના તમામ ખેલાડીની સાથે સપોર્ટ સ્ટાફને અભિનંદન. ચેન્નાઇ સુપર કિંગ્સ છેલ્લા દસ વર્ષથી ફાઇનલમાં પ્રવેશ કરી રહ્યું છે. તેનો શ્રેય ક્રિકેટરો, મેનેજમેન્ટ અને ચાહકોને જાય છે. કેમકે તેમના દ્વારા સતત ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવે છે. તેના ક્રિકેટરો સારું પ્રદર્શન કરવા પ્રેરિત થાય છે.

તેની સાથે ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવવાની છે તેમાં પણ એક ગુજરાતી તરીકે આ ગૌરવની વાત છે. કેમકે નરેન્દ્ર મોડી સ્ટેડીયમમાં ખૂબ વિશાળ પબ્લિક સાથે આ મેચને જોવા માટે આવશે. જ્યારે હું સામાન્ય ચાહકની જેમ જ ચેન્નાઈ કિંગ્સ અને મારા પતિનો ઉત્સાહ વધારવા મેચ જોવા માટે આવીશ.

રવિન્દ્ર જાડેજા વિશે તેમણે જણાવ્યું કે, ‘જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે હંમેશા તેમનો પ્રયાસ રહે છે કે, તેમનાથી બનતું બેસ્ટ પર્ફોમન્સ મેચને આપે. તેના માટે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું તેમના માટે ખૂબ જરૂરી રહેલ છે. ક્યાંક ને ક્યાંક વધુ સારુ કરવાની તેમની ક્ષમતા અને ક્રિકેટ અને ફિલ્ડ પર પોતાની રીતે બેસ્ટ કરવું આ એક તેમની ખાસયિત રહી છે.