ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે દક્ષિણ પશ્વિમ ચોમાસાની ગતિવિધિઓ શરુ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અંદામાન અને નિકોબારમાં ચોમાસું બેસી ગયેલ છે. જ્યારે હવે બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો ચોમાસું આગળ વધશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આંદામાન અને નિકોબારમાં ચોમાસું બેસી ગયેલ છે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણના કેટલાક વઘુ ભાગોમાં આગળ વધે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
તમને જણાવી દઈએ કે, ચોમાસાની શરૂઆત આંદામાન અને નિકોબારમાં થાય છે. ત્યાર બાદ ચોમાસું ધીરે-ધીરે આગળ વધે છે. કેરળમાં ચોમાસાની શરુઆત 1 જૂનથી શરુ થશે. એવામાં તે મહત્વનું છે કે ચોમાસું ક્યારેય બેસશે. તેની સાથે ચાલુ વર્ષે બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડું સક્રિય બન્યું હતું. મોચા વાવઝોડાની અસર ચોમાસા પર પડશે તેવું હવામાન વિભાગ દ્વારા માનવામાં આવી રહ્યું છે. તે કારણોસર કરળમાં મોડુ ચોમાસું બેસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પરંતુ હાલ તો આંદામાન અને નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં આગામી 3 થી 4 દિવસમાં ચોમાસાને આગળ વધવાની શક્યતા છે.
જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે. તેમ છતાં તિરુવનન્તપુરમ્, રામેશ્વર, કોચી આ તમામ વિસ્તારોમાં ચોમાસું બેસવાની જાહેરાત કરી દેવામાં આવી છે. તેની સાથે હવે ચોમાસાને લઈને સંકેત સારા આવી રહ્યા છે કે ગુજરાતમાં થોડા સમયમાં જ ચોમાસાની શરૂઆત થશે.