AhmedabadGujarat

ગુજરાતમાં આ તારીખે બેસી શકે છે ચોમાસું, વાતાવરણમાં જોવા મળી મોટી હલચલ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો ગરમીનું જોર વધ્યું છે. તેના લીધે લોકો કાળઝાળ ગરમી સહન કરી રહ્યા છે. એવામાં અમદાવાદમાં ગરમીની પાર 42 સુધી પહોંચી ગયો છે. તેની સાથે અમદાવાદમાં બે દિવસ માટે યેલો અલર્ટની આગાહી પણ કરવામાં આવી છે. પવનની દિશા બદલાવવાના લીધે ગરમી પ્રમાણ વધી ગયું છે. સોમવારના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજથી જોવા મળશે તેના લીધે તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. તેની સાથે ચોમાસું હવે ગુજરાત તરફ આવી રહ્યું છે.

નોંધનીય છે કે, આંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારના બંગાળની ખાડીમાં આંદામાનની છેલ્લી સરહદ ઈન્દિરા પોઈન્ટથી નાનકોવરી ટાપુ સુધી વરસાદ વરસી ચુક્યો છે. તેમ છતાં સોમવાર બાદ વરસાદમાં કોઈ હલચલ દેખાઈ નથી. સામાન્ય રીતે 21 ના રોજ ચોમાસું પોર્ટબ્લેર પહોંચી જાય છે પરંતુ ચોમાસું હાલ તેનાથી ઘણું દૂર રહેલ છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ચોમાસું આગામી બે દિવસમાં આગળ વધી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ બંધાતું જોવા મળી રહ્યું છે. અહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે. જ્યારે ગરમીથી સામાન્ય રાહત મળી છે. આ સિવાય  આગામી ચાર દિવસમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુપીમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.