AhmedabadGujarat

મોરારીબાપુએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી

ઓડિશા : બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર પહોંચી ગયો છે. મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. આ અકસ્માતમાં 1000 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક દ્વારા 2 જૂન 2023 ના રોજ બાલાસોર જિલ્લાના બહનાગા ખાતે ટ્રેન દુર્ઘટનાના પગલે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપવામાં આવ્યો હતો.

જ્યારે અકસ્માતને લઈને પૂજ્ય મોરારિ બાપુ દ્વારા સહાયતા હાથ લંબાવવામાં આવ્યો છે. પૂજ્ય મોરારિ બાપુ હાલમાં રામકથા માટે કોલકત્તામાં રહેલા છે. જ્યારે અકસ્માતના સમાચાર સાંભળતા તમામ મૃતકોને તેમના દ્વારા શ્રધ્ધાજલિં અર્પણ કરવામાં આવી હતી. તેની સાથે જ આ કરુણ ઘટનામાં સંવેદના વ્યક્તિ કરતા આ ઘટનામાં જેમના મોત નીપજ્યા છે અને ઈજાગ્રસ્ત થયા છે તે તમામની સહાય માટે મોરારી બાપુ દ્વારા 50 લાખની સહાયતા રાશી અર્પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, રામકથાના દેશ અને વિદેશના શ્રોતાઓ દ્રારા આ સહયાતા રકમ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારિ બાપુ દ્વારા તમામ મૃતકોના નિર્વાણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી છે અને લોકો ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમને પ્રાથના પણ કરી હતી. મોરારિ બાપુ દ્વારા દરેક વખતે આવી દુર્ઘનામાં ઈજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય કરવામાં આવતી રહે છે.

નોંધનીય છે કે, આ ટ્રેન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળ પર બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયક દ્વારા શનિવારના ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. રેલ્વે મંત્રી દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપવામાં આવ્યા છે.