GujaratMorbiSaurashtra

મોરબીમાં સોશિયલ મીડિયા પર આપઘાત કરવા જાઉં છું નું સ્ટેટસ મૂકીને થયો ગુમ….

રાજકોટના મોરબીથી મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. મોરબી રોડ પર આવેલ સોસાયટીમાં રહેનાર અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ધંધો કરનાર જગદીશ સરવૈયા નામનો યુવક ગુમ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. તે ઘરેથી નીકળતા પહેલા સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકીને ફોન ઘરે મુકીને ચાલ્યો ગયો છે. તેના લીધે પરિવારમાં ચિંતા મુકાઈ જતા પોલીસને આ મામલમાં જાણ કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલામાં જગદીશ રૂડાભાઈ સરવૈયાના ગુમ થયાની ફરિયાદ મોટા ભાઈ દ્વારા સંજય રૂડાભાઈ સરવૈયા દ્વારા બી ડિવિઝન પોલીસમાં કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં જાણકારી મળી છે કે, જગદીશભાઈના એકાઉન્ટ પર ત્રણ પોસ્ટ જોવા મળી છે જેમાં લખ્યું હતું કે, સોરી મમ્મી, મને માફ કરી દેજો, મારી લાશ આજી ડેમમાંથી તમને મળી જશે. મારા ગયા પછી મારી છોકરીનું તમે ધ્યાન રાખજે, મારા છેલ્લા રામમ રામ”. જ્યારે બીજી પોસ્ટમાં તેને આપઘાતની વાત કરી છે અને તેને તેના પાછળનું કારણ પોતાને જ ગણાવ્યો છે. તેની સાથે છેલ્લી પોસ્ટમાં મારા ઘરના સભ્યો મને માફ કરજો તેવો ઉલ્લેખ કર્યો છે અને તે ઘર છોડીને ચાલ્યો ગયો છે.

આ કારણોસર પોલીસની ટીમ તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમ સાથે આજીડેમ પહોંચી ગઈ હતી પરંતુ જગદીશનો કોઈ જાણકારી મળી નહોતી. તેના લીધે હવે એ સવાલ ઉભો થયો છે જગદીશ આખરે ક્યા ગયો હશે. તેના લીધે પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે.

તમને જણાવી દઈએ કે, જગદીશની વાત કરવામાં આવે તો તે માતા, પત્ની અને બે દીકરીઓ સહિતના પરિવાર સાથે જય જવાન જય કિશાન સોસાયટી માં વસવાટ કરે છે. મૃતકના ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તે પરિવાર સાથે અલગ રહી રહ્યા છે. ગઈ કાલના બપોરના તેમને જાણ થઈ ગઈ કે, તેમના ભાઈ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સ્ટેટસમાં આજી ડેમમાં મરવા જાઉં તેમ સ્ટેટ્સ મૂક્યું હતું. ત્યાર બાદ જગદીશ ભાઈ ની શોધ કરવામાં આવી પરંતુ તેમનો કોઈ પત્તો ના મળતા પોલીસમાં આ મામલામાં જાણ કરવામાં આવી હતી. હાલમાં પોલીસ દ્વારા જગદીશ ની શોધખોળ કરવામાં આવી રહી છે.