બહારનું ખાતા પહેલા સૌ વિચારજો : જામનગરની પ્રખ્યાત હોટલમાં મસાલા પાપડમાંથી નીકળી જીવાત
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત જામનગરથી સામે આવી છે. જામનગરની જાણીતી વિશાલ ઇન્ટરનેશનલ હોટલમાં એક ઘટના ઘટી છે. ત્યાં ગ્રાહક દ્વારા મંગાવેલ મસાલા પાપડ માંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. પાપડ માં ઈયળ જોવા મળતા ગ્રાહક દ્વારા આરોગ્ય વિભાગને આ મામલામાં જાણ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, જામનગરમાં શહેર ની નામાંકિત હોટલ ના ખાદ્ય પદાર્થ માંથી ઈયળ નીકળતા સવાલો ઉભા થયા છે. વિશાલ ઇન્ટરનેશનલ હોટેલમાં ગ્રાહક દ્વારા મંગાવેલ મસાલા પાપડ માંથી જીવતી ઈયળ નીકળી હતી. પાપડ માં ઈયળ દેખાતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ ને ફરિયાદ કરવામાં આવી છે.
તેની સાથે જણાવી દઈએ કે, આ અગાઉ ગુજરાતના જામનગરમાં વેફર્સના પેકેટ માંથી મૃત દેડકો મળ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. પુષ્કરધામ સોસાયટી શેરી નંબર 5 માં રહેનાર જસ્મિત પટેલ દ્વારા 18 મી જૂનના રોજ વેફરનું પેકેટ ખરીદવામાં આવ્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, તે ઘરે વેફરનું પેકેટ લઈને ગયા અને ત્યાર બાદ ખોલ્યું તો તેમાં સડેલો દેડકો જોવા મળ્યો હતો.