GujaratMadhya Gujarat

મોટી દીકરી ના લગ્ન ના બે દિવસ પહેલા બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલી માતા અને બે બહેનો થઈ ગુમ

વલસાડ જિલ્લાથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. વલસાડના પારડી તાલુકામાં ઘરેથી બ્યૂટી પાર્લરમાં જવાનું કહીને માતા સહિત બે દીકરીઓ ગુમ થઈ ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમાં ત્રણ દીકરી ઓ પૈકી મોટી દીકરી ના લગ્નની તૈયારીઓ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે આ લગ્નને પાંચ દિવસ બાકી રહ્યા હતા. તેના લીધે માતા અને બે દીકરી લગ્ન માટે બ્યૂટી પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી. એવામાં માતા મજુલા બેન અને બે દીકરી હિરલ અને સાલીની ગુમ થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ મામલામાં પરિવાર દ્વારા પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પારડી તાલુકાના ખેરલાવ સામર ફળિયામાં રહેનાર રસિકભાઈ રડકાભાઈ પટેલ ની ત્રણ દીકરીઓમાંથી એક હિરલ ના લગ્ન અંભેટી ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યારે હિરલના લગ્ન 27 મેં ના રોજ રાખવામાં આવ્યા હતા. તેને લઈને ઘરમાં તૈયારીઓ ચાલી રહી હતી. એવામાં આજે એટલે 25 તારીખના રોજ ચાંદલા ની વિધિ રહેલી હતી. જ્યારે આ દરમિયાન માતા મંજુલા અને બંને દીકરી હિરલ અને સાલી ની ત્રણેય રસિકભાઈ ને અંબાચ બ્યુટી પાર્લરમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.

તેમ છતાં સાંજ પડી હોવા છતાં ત્રણેય માતા પુત્રી ઓ ઘરે પરત આવ્યા નહોતા, ત્રણેય લોકો પરત ન આવતા પિતા રસિકભાઈ એ પુત્રી હિરલ ને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. એવામાં પરિવારના ત્રણ લોકો એક સાથે ગુમ થતા સમગ્ર પરિવારની ચિંતા વધી ગઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા ત્રણેય માતા પુત્રી ઓ ને શોધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ જાણ ન મળતા રસિકભાઈ દ્વારા આજે પારડી પોલીસ સ્ટેશનમાં ત્રણેય માતા પુત્રીઓ ના ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.