GujaratAhmedabad

બહારનું જમતા સો વાર વિચારજો ! અમદાવાદ ના આ ફેમસ કાફેના આલું બર્ગરમાંથી જીવાત નીકળી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થો માંથી અનેક જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેમ કે અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહક દ્વારા બર્ગરનો એક ભાગ ખાધા પછી જોવામાં આવ્યું તો તેમાં કોઈ કાળી વસ્તુ જોવા મળી હતી. તેનું જોયું તો તેમાં જીવ જંતુ જોવા મળ્યા હતા. જ્યારે આ બાબતનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કરવામાં આવેલ છે. AMC ના ફૂડ વિભાગની ટીમ ને આ બાબતમાં જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક ટીમ મોકલીને આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બાબતમાં અલમાસ પઠાણ નામના યુવક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સ્પાઈન હોસ્પિટલમાં હું નોકરી કરું છું. જ્યારે રાજપથ – રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફે માંથી મેં ચાર આલુ બર્ગર ટીક્કી મંગાવી હતી. જેમાં એક માંથી બહાર થોડી જીવાત જોવા મળી હતી. તેના અંદર ખોલીને જોયું તો તેમાંથી જીવાત મળી આવી હતી. જીવાત નીકળી હોવાના લીધે કેફે વાલા પાસે અમે ગયા હતા અને તેમને જીવાત નીકળેલી દેખાડી હતી.

તે દરમિયાન કેફેવાળાએ ભાઈએ જણાવ્યું હતું કે, આ બર્ગર ટીક્કી જેને બનાવી છે તેને અમે કાઢી મુકીશું અને તમારે જો આગળની કાર્યવાહી કરવી હોય તો તમે કરી શકો છો. એસજી હાઈવે પર આવેલા કોર્પોરેટ કાફેમાં આલુ બર્ગર ટીક્કી માંથી જીવાત નીકળી હોવાની મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ ને જાણ થતાં એક ટીમ તાત્કાલિક કોર્પોરેટ કાફે ખાતે ચેકિંગ મોકલી દેવામાં આવી હતી. કાફેમાં તપાસ કરી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.