GujaratJamnagarSaurashtra

રીવાબા સાથેના વિવાદને લઈને સાંસદ પૂનમબેન માડમે કર્યો મોટો ખુલાસો

જામનગરમાં ગઈ કાલના ભાજપ મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલીની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજા પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપવામાં આવી છે. જ્યારે સાંસદ પૂનમ માડમ દ્વારા સમગ્ર ઘટનાને મોટી જાણકારી આપવામાં આવી છે. ધારાસભ્ય રીવાબા જાડેજા સાથે શાબ્દિક મુદ્દે સાંસદ પૂનમબેન માડમ દ્વારા સમગ્ર માહિતી જાહેર કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, રીવાબાની ગેરસમજને લીધે આ સમગ્ર મામલો બન્યો હતો.

જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે પૂનમ માડમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રીવાબાની ગેરસમજને લીધે આ સમગ્ર મામલો સર્જાયો હતો. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી રહેલ છે, પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપવા જઈ રહી છુ. મેયર અને સાંસદ વચ્ચે થયેલી ચર્ચા મુદ્દે રીવાબા દ્વારા તાત્કાલિક નિર્ણય લેતા ડખો ઉભો થયો હતો. તેમણે જણાવ્યું કે, મેંયર મારા મોટા બહેન અને રીવાબા મારા નાના બહેન સમાન રહેલ છે. આગામી દિવસોમાં અમે સાથે કાર્યક્રમમાં પણ અમે જોવા મળીશું. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આ ચર્ચા યોગ્ય રહેલ નહોતી તેના મેં તેમને સોરી પણ કહ્યું હતું. શાંતિથી બેસી ગેરસમજણ મુદ્દે ચર્ચા કરવા સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

સાંસદ પૂનમ માડમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ ગેરસમજનો વીડિયો ક્યાંક વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટુંકી ગેરસમજ થઈ છે તેનો વીડિયો વાઇરલ થયો છે તેનાથી વધુ કંઈપણ નથી. ભાજપ પરિવાર મજબૂત પરિવાર રહેલ છે. મારી ભૂમિકા માત્ર સાંસદ પણ પાર્ટીના કાર્યકર તરીકે રહેલી હતી. તે સ્થળ કોઈ વધુ ચર્ચા કરવાનું નહોતું માટે મે સ્થળ પર સોરી પણ કહ્યું હતું.

તેની સાથે રિવાબા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાંસદ દ્વારા આ કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરવામાં અવી કે, આવા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બૂટ કાઢતા નથી પરંતુ કેટલાંક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ બનીને ચંપલ કાઢીને ઉભા રહી જાય છે. શહીદોને શ્રદ્ધાંજલિ પ્રસંગ હોવાના સમયે મે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેવા સમયે સાંસદની ટિપ્પણીથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવી હતી. શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરતા સમયે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક આવી નહોતી અને મારે ન છૂટકે તેમને વળતો જવાબ આપવો પડ્યો હતો. જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે તમે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવો ત્યારે પાર્ટી ઠપકો આપે કે શાબાસી આપે, તમે જ લોકો જણાવો. જ્યારે શ્રદ્ધાંજલિની વાત થતી હોય અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ વિચારે કે તેમાં શું ખોટું કરવામાં આવ્યું છે.