AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: ગે એપ પર ઓનલાઇન ચેટિંગ એપ પર મેસેજ કરીને યુવકને મળવા બોલાવ્યો અને પછી….

દેશમાં સતત સ્ત્રી અત્યાચારના કેસો વધી રહ્યા છે. પરંતુ હવે તો ગે પણ સુરક્ષિત નથી. અમદાવાદ શહેરના ઘટલાડીયા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે અનોખી ઘટના બની છે. ઓનલાઈન ગે ચેટિંગ એપ પર ઘટલોડિયાના એક યુવકને મિત્રતા કરવી ભારે પડી હતી. મળતી માહિતી અનુસાર, એક ટોળકીએ આ યુવક સાથે ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરી અને ત્યારબાદ યુવકને એકલમાં મળવા બોલાવ્યો હતો.

બાદમાં આ એકલા યુવકને કેટલાક શખ્સોએ ઢોર માર મારી લૂંટી લીધો હતી. અને એટલું જ નહિ પણ યુવક પાસેથી 1 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવી લીધા હતા. જો કે પોલીસની સૂઝબુજને કારણે ત્રણેય લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે ધરપકડ કરીને કસ્ટડીમાં લીધેલા શખ્સો પર ખોટી રીતે પૈસા પડાવવાનો આરોપ લાગ્યો છે. આ શખ્સો કોઈ પણ પ્રકારનો કામધંધો ન કરતા હોવાથી તે લોકોએ આ પ્રકારે કમાણી શરૂ કરી હતી. આ શખ્સો ઓનલાઇન ગે ચેટિંગ એપ પર ગે યુવકોને મેસેજ કરતા હતા. અને તેની પાસેથી નગ્ન ફોટા મંગાવતા હતા.

ત્યારબાદ તેને એકલામાં મળવા બોલાવીને તેને ઢોર માર મારીને તેને બ્લેકમેલ કરીને તેની પાસેથી પૈસા પડાવી લેતા હતા. અને ત્યારબાદ યુવકને ધમકી આપતા હતા કે જો તે પોલિસ ફરિયાદ કરશે તો તેના અશ્લીલ ફોટાઓ તેના પરિવારને મોકલી દેશે તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરશે. જો કે આ મામલે ઘાટલોડિયાના યુવકે હિંમત રાખીને પોલીસ ફરીયાદ કરતા આરોપીઓની આ કરતૂત સામે આવી હતી. ફરિયાદ થતા જ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ મામલે હકીકત ધ્યાને આવતા પોલીસે ખુબજ ચપળતાપૂર્વક કામ કર્યું હતું. અને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ટેક્નિકલ સર્વેલ્ન્સ આધારે પોલીસે ફરિયાદી યુવકના રૂપિયા કયા કયા એકાઉન્ટમાં ગયા છે અને તે એકાઉન્ટ કોના નામે છે તેની તપાસ કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ એવું સમજતા કે સમલૈંગિક વ્યક્તિઓ પોતાની બદનામીના ડરથી પોલીસ ફરિયાદ કરતા નથી.

અત્યાર સુધીમાં આ ટોળકીએ અનેક સમલૈંગિક વ્યક્તિઓને પોતાના શિકાર બનાવ્યા છે. અને ખોટી રીતે પૈસા પડાવ્યા છે.પરંતુ ઘટલોડિયાના આ યુવકે હિંમત કરીને પોલીસ ફરીયાદ કરતા તમામ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હાલ સમગ્ર મામલે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે