South GujaratGujaratNavsari

નવસારી બેઠક પર સી. આર. પાટીલ સામે સામે સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ લોકસભા ચૂંટણી લડશે?

ગુજરાતના રાજકારણ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના સ્વ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને લઈને મોટી જાણકારી સામે આવી છે. તેમના દ્વારા નવસારી બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. મુમતાઝ પટેલ દ્વારા કોંગ્રેસને વિનંતી કરવામાં આવી છે કે, તેમને નવસારી બેઠક પરથી ટિકિટ આપવાનો વિચાર કરવામાં આવે. આ બેઠક પરથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સાંસદ રહેલા છે.

ગુજરાત કોંગ્રેસ નવસારીથી મુમતાઝ ના નામની તરફેણમાં રહેલા નથી પરંતુ સીઈસી ની બેઠકમાં તેમના નામ પર ચર્ચા કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા ભરૂચ અને ભાવનગર ની બેઠક આપને આપવામાં આવી છે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી સાંસદ રહી ચૂકેલા છે. તેની સાથે આ બેઠક પર મુમતાઝ પટેલ જ નહીં પરંતુ તેમના ભાઈ ફૈઝલ પટેલ દ્વારા દાવેદારી વ્યક્ત કરવામાં આવી હતી. આ અગાઉ મુમતાઝ પટેલ દ્વારા અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેની સાથે ફૈઝલ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની બહેન ઈચ્છે રહી છે તે અહીંથી ચૂંટણી હાથ અજમાવશે. જ્યારે મુમતાઝ પટેલ દ્વારા તો આપના ઉમેદવારની જાહેરાત પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

તેની સાથે બેઠકની વહેંચણી પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ચૈત્ર વસાવાને આ સીટ પરથી પોતાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. ચૈત્રા વસાવા આપના ધારાસભ્ય રહેલા છે. તેમને આદિવાસી નેતા તરીકે ઓળખ મેળવી છે. આ પ્રથમ વખત છે કે, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ બંને પક્ષો દ્વારા ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા રાજ્યની કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.