વડોદરાના અભોર ગામની શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય મહેન્દ્ર જાદવ પર વિદ્યાર્થિનીઓને બિભત્સ વીડિયો બતાવવામાં આવ્યો આરોપ લાગ્યો છે. ઘટનાની જાણકારી મળતા જ ગ્રામજનો દ્વારા આચાર્ય મહેન્દ્ર જાદવને માર મારી પોલીસને સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ વાલીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ મામલામાં વિદ્યાર્થિનીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે ઉભેલા હતા તે સમયે સાહેબ અહીં આવી ગયા હતા અને અમને બિભત્સ તસ્વીરો દેખાડવામાં લાગ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલામાં વાલીઓ દ્વારા સ્કૂલમાં પહોંચી શિક્ષકને માર મારીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.
તેમ છતાં આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા શાળાની તપાસ કરવામાં આવી તો શાળામાં દેશી દારૂની પોલીથીન મળી આવી હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે રોષ રહેલો છે. વાલીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આરોપી સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલામાં પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વિકૃત માનસિકતા ધરાવનાર શિક્ષક દ્વારા શરમ જનક કૃત્ય કરવામાં આવ્યું છે. જ્યારે આવા વ્યક્તિઓ સામે સખતમાં સખ્ત પગલા ભરવામાં આવે તે બાબતમાં પીએસઆઈને પણ રજૂઆત કરાશે.