AhmedabadGujarat

અમદાવાદમાં 12 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને નરાધમે દુષ્કર્મ આચર્યું, આ રીતે ફૂટ્યો ભાંડો

રાજ્યમાં સતત દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર જાણકારી સામે આવતી રહે છે. જ્યારે આજે આવો જ એક કિસ્સો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારથી સામે આવ્યો છે. આ વિસ્તારમાં 12 વર્ષની બાળકીને પરણિત યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એવામાં બાળકીની તબીયત ખરાબ થતા તેને પોતાની માતાને દુષ્કર્મની વાત જણાવી હતી. તે કારણોસર બાળકીની માતા દ્વારા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમા સંજય વાઘેલા નામના યુવક વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ આરોપીને પકડવા પહોંચે તે પહેલા સંજય દ્વારા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેના લીધે આરોપીને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. આ દુષ્કર્મ તપાસમા ગીરીશ અને કિંજલનુ નામ સામે આવતા પોલીસ દ્વારા બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તેની સાથે ગીરીશ સિંધવ અને કિંજલે આરોપીની મદદરૂપની ભૂમિકા ભજવી હતી. તેના લીધે પોલીસ દ્વારા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમા પરણિત યુવકે 12 વર્ષની બાળકીને પ્રેમજાળમા ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પકડાયેલા આરોપી ગીરીશ અને સંજય બન્ને મિત્રો રહેલા છે. ગીરીશ પણ પરણિત યુવક છે. જયારે કિજંલ તેની પ્રેમિકા છે અને કિંજલ પણ પરણિત રહેલ છે. 30 વર્ષના સંજયે 12 વર્ષની બાળકીને પ્રેમજાળમા ફસાવી તેને મોબાઈલ ગીફટ પણ આપ્યો હતો. જ્યારે તેની સાથે ફોન પર વાતચીત કરીને પ્રેમજાળમા ફસાવી લીધી હતી. ત્યારબાદ બાળકીને મળવા માટે બોલાવી હતી.

આરોપી ગીરીશ અને કિજંલ દ્વારા રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોપી સંજય દ્વારા બાળકીની એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ અને તેને પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી દીધી હતી. તેના લીધે તેને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સંજય હોસ્પિટલમા સારવાર હેઠળ રહેલો છે. જયારે ગીરીશ અને કિંજલની ધરપકડ કરીને તેને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.