SaurashtraGujaratRajkot

સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજનું પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને મોટું નિવેદન

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેને લઈને સતત માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે હવે આ મામલામાં સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજ દ્વારા સમગ્ર મામલે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે, બંને પક્ષો ભેગા થઈ સમગ્ર મામલાનો સુખદ સમાધાન લાવે. આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકશાન થશે. ભૂલ થાય નિદનીય છે પરંતુ એનું સમાધાન બંને પક્ષો ભેગા મળી કરવું જોઈએ. અવિચલ દાસ મહારાજની વિવાદને શાંત કરવા બંને પક્ષોને અપીલ કરવામાં આવી છે.

આ સમગ્ર બાબતને લઈને સંત સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલસાદ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે બોલવામાં આવ્યું છે તેને અમે પણ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. કેમ કે આ ક્યાં સંજોગોમાં બોલાયું તેનું અમને પણ આશ્ચર્ય થયેલ છે. પરંતુ હવે તે વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું. આપણો જે ટાર્ગેટ છે. ભારતનાં ઈતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો છે. એમાં ક્યાંક આપણને અડચણ થશે. આ કારણોસર બંને પક્ષોને અમારી સંત સમિતિનાં સભ્ય દ્વારા અપીલ છે કે, તમે ભેગા મળીને આ મામલામાં રસ્તો કાઢો.

તમને જણાવી દઈએ કે, લુણાવાડા સ્ટેટના રાજવી સિધ્ધરાજ સિંહજી દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું હતું કે, ચૂંટણી નો સમય કેવી કેવી દિશામાં ફંટાઈ રહ્યો છે અને રાજકારણની વ્યકિતઓની જીભ કેવી અનિષ્ટ પરિસ્થિતિ સર્જે છે તે આપણે બધા જાણીએ છીએ. માનનીય રૂપાલાજી એ ઉત્સાહમાં બફાટ કરી રાજપૂત કોમના ગૌરવવંતા ઈતિહાસને ભૂલી જઈને રાજપૂત કોમની લાગણી ને દુભાવે તેવી ભાષા બોલવામાં આવે છે. તેનો ચારે દિશામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજપૂત કોમ નેક દિલ રહેલ છે, ટેકવાળી, સ્વભાવે સ્વમાની અને પરગજુ રહેલ છે. રાષ્ટ્રના દરેક કપરા સમયે રાજપૂત કોમનું વિરત્વ જ રાષ્ટ્રને કામ આવેલ છે. વિશ્વના ઈતિહાસમાં રાજપૂત કોમ નો જોટો જોવા મળે તેમ રહેલ નથી. તેવી તે સંસ્કારી, ગુણિયલ અને સમર્પિત-લડાયક કોમ રહેલ છે. રાષ્ટ્રનું ને માનવજાતનું રાજપૂત કોમ ગૌરવ રહેલ છે. અમે ઇચ્છીએ છીએ કે, સમગ્ર વિશ્વમાં પથરાયેલી રાજપૂત કોમની દુઃખાયેલી લાગણીને લક્ષમાં લઈ રૂપાલાજી ને સાંસદ તરીકે ની ટિકિટ આપી છે તે પરત ખેંચી લેવામાં આવી જોઈએ. તેમ થશે નહીં તો રાજપૂત કોમ સ્વમાનના ભોગે કંઈપણ ચલાવી લેશે નહીં અને લોકશાહી ઢબે તેનો સંપૂર્ણ સામનો કરશે.”