અયોધ્યા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાના આમંત્રણ નો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે જામનગર થી ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેને લઈને તેમના નણંદ નયનાબા જાડેજા દ્વારા રિવાબા નું નામ લીધા વગર પલટવાર કરવામાં આવ્યો હતો.
ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વર્ષો બાદ પ્રશ્ન ઉકેલાયો હોવાથી રાજનીતિથી ઉપર ઉઠીને વધામણા કરવા માટે કોંગ્રેસ ને તેમના દ્વારા સલાહ આપવામાં આવી હતી. ત્યારબાદ આ મામલામાં નણંદ નયનાબા જાડેજા દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા ભાભી રિવાબાનુ નામ લીધા વગર ઝાટકણી કાઢી ને અમારે ભક્તિ અને સંસ્કાર તમારી પાસેથી શીખવાની જરૂર નથી.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમે છોટી કાશીમાં રહો છો પરંતુ તમારામાં સંસ્કાર નથી તેવુ નિવેદન આપીને શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો હોવાનુ કહ્યું હતું. એવામાં ભાભી રિવાબા અને નણંદ નયનાબા વચ્ચે ફરીથી વાકયુદ્ધ છેડાતા રાજકારણ ગરમાવો આવ્યો છે.
ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિ ની વાત થવી જોઈએ નહીં. આ કોઈ પાર્ટી નો કાર્યક્રમ રહેલ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ રહેલો છે. ત્યારે આ 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન રહેલો હતો. આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે.