AhmedabadGujarat

ગુજરાતના જળાશય હાઈ એલર્ટ પર થતા NDRF ની ટીમોને કરાઈ તૈનાત, હવામાન વિભાગે આ બે જિલ્લામાં ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં ચોમાસું બેસતા રાજ્યમાં તરખાટ મચાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડ જીલ્લામાં 28 થી 30 જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF નો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી દેવાયો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર ગઈ છે.

ગુજરાતમાં હાલમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 01 વોર્નિંગ પર રહેલા છે. ત્યારે SEOC, ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપી દેવાયા છે.

તેની સાથે IMD ના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિને લઈને જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તા. ૨૮/૦૬/૨૦૨૩ થી તા. ૩૦/૦૬/૨૦૨૩ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. તેની સાથે સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજયમાં 206 જળાશયો પૈકી 6 જળાશય હાઈ એલર્ટ, 3 એલર્ટ અને 1 વોર્નિંગ પર રહેલા છે. એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવાયો છે. જ્યારે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે.