GujaratAhmedabad

અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય

અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે. સ્કૂલ વાનચાલકો તેમના પડતર પ્રશ્નોની સાથે ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ રહેલા છે. તે કારણોસર સ્કૂલવર્ધી એસોસિયેશન દ્વારા હડતાળ પર જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હડતાળ કેટલા દિવસની રહેવાની છે તેને હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ આ નિર્ણય લીધે વાલીઓને હેરાન થવાનો વારો જરૂર આવશે.

તમને જણાવી દઈએ કે, સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એવામાં હવે વાલીઓ દ્વારા સ્કૂલ વાન ચાલકોની હડતાળના લીધે સંતાનોને સ્કૂલે મૂકવા-લેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવશે. 18 મી જૂનથી સ્કૂલવર્ધી એસોસિયેશન દ્વારા ચેકિંગ અને દંડ મુદ્દે હડતાળ પર ઉતરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં રિક્ષા અને વાન સહિતના 15 હજારથી વધુ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સમગ્ર રાજ્યમાં 80 હજારથી વાહનો ચલાવવામાં આવે છે. એસોસિએશનની મિટિંગમાં મંગળવારથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપવામાં આવેલ છે. તેના લીધે વાલીઓને બાળકોને શાળાએ લેવા અને જવા પડશે. સ્કૂલ વાન ચાલકો દ્વારા તેમના કેટલાક પડતર પ્રશ્નો અને પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતા અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં વાલીઓ દ્વારા સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢવામાં આવ્યો છે. નોધનીય છે કે, સ્કૂલ વાન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને રવિવારના  એસોસિએશન દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરવામાં આવી હતી.