નીતિન પટેલ : નાચનાર ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો…
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના નિવેદનના લીધે ચર્ચામાં બન્યા રહે છે. જ્યારે રાહુલ ગાંધી દ્વારા આ અગાઉ ભાજપને લઈને કટાક્ષભર્યું નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનને લઈને તેમના દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, મહેસાણામાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોંગ્રેસને જવાબ આપવામાં આવ્યો છે. નીતિન પટેલ દ્વારા કોંગ્રેસના નેતાના બે પ્રકારના ઘોડાના નિવેદન પર પોતાનો જવાબ આપવામાં આવ્યો હતો .નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, ભાજપ પાસે માત્રને માત્ર રેસમાં દોડનારા ઘોડા જ રહેલ છે.
આ સભાને વધુ સંબોધતા નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે, “આ સભા આનંદ માટે જ છે, હું આનંદ કરાવવા જ આવ્યો છું, આપણે બધાએ એક નેતાનું નિવેદન સાંભળ્યું બહુ આનંદ થયો છે. તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારા અમદાવાદ રાજીવ ભવન ખાતે કાર્યકર્તાઓને સંબોધન સમયે રેસના ઘોડા અને લગ્નમાં નાચવાવાળા ઘોડાની વાત કરવામાં આવી હતી.
નીતિન પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, “હું તમને બધાને જણાવવું છું કે, આપણા ભારતીય જનતા પાર્ટી પાસે ફક્તને ફક્ત હરીભાઇ જેવા રેસમાં દોડવા વાળા ઘોડા જ રહેલ છે. કોઇના ઘેર લગ્ન હોય અને કોઇના છોકરાની ઇચ્છા હોય કે મારે નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો પહોંચી જશે.”