AhmedabadCorona VirusGujarat

માત્ર અમદાવાદ અને સુરત જ નહી રાજ્ય ના આ 7 જીલ્લાઓમાં પણ કોરોના થઇ ગયો છે બેકાબુ,

ગુજરાત રાજ્યમાં છેલ્લ્લા કેટલાય સમયથી કોરોનાનું સંકટ વધી રહ્યું છે કોરોનાના કેસ દિવસેને દિવસે ખુબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે.આ સંકટ ને પગલે તંત્ર પણ સજ્જ બની ગયું છે.પોલીસ અને આરોગ્ય વિભાગ પણ છેલ્લા કેટલાય સમયથી ખડેપગે છે.

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે અમદાવાદમાં હાલ કોરોનાનું સંકટ તંત્રના કંટ્રોલ બહાર છે.અમદાવાદમાં આ મહામારી ના પગલે કાલથી વધારે કડક કરી દેવામાં આવ્યું છે.દૂધ અને દવા સિવાય સમગ્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.આ પ્રતિબંધ એટલે સુધી કડક છે કે શાકભાજી અને કરીયાના પર પણ પ્રતિબંદ છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 8 દિવસથી દરરોજ 300થી વધુ કેસો નોંધાઈ જ રહ્યાં છે. કેસો ઓછા થવાનું નામ લેતા નથી.જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવવામાં આવી રહ્યો છે અને આ જિલ્લોમાં વધતા કેસોને અટકાવવા માટે સખત કડક પગલા પણ લેવાઈ રહ્યાં છે.તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં પણ વધી રહેલા કેસોને અટકાવવા માટે અનેક પગલા લીધા છે.

પરંતુ સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ ચાર જિલ્લામાં વધી રહેલા કેસોની સાથે સાથે અન્ય 7 એવા જિલ્લા છે કે જેમાં છેલ્લા છ દિવસમાં એકાએક કોરોનાના કેસોમાં વધારો નોધાયો છે.આ જિલ્લાઓમાં ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, મહિસાગર, બોટાદ, અરવલ્લી અને પંચમહાલ જીલ્લાનો સમાવેશ થાય છે. તેમાં પણ બોટાદ અને બનાસકાંઠામાં તો 6 દિવસ બમણાં અને મહેસાણા તથા મહીસાગરમાં 4 ગણા કેસો વધ્યા છે.જે સરકાર અને જનતા માટે ખુબ જ ચિંતાજનક છે.

અહી ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્રારા ૨૪ કલાકમાં વધતા કેસોની અપડેટ આપવામાં આવી રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા દર 24 કલાકે જાહેર કરવામાં આવતા આંકડા પ્રમાણે જોઇએ તો બનાસકાંઠામાં 30 એપ્રિલે 28 કેસ હતા જે છ જ દિવસમાં વધીને 64 થઇ ગયા છે. તેવી જ રીતે મહેસાણામાં 30 એપ્રિલે 11 જ કેસો હતો જે છેલ્લા છ દિવસમાં વધીને 42 એ પહોંચી ગયા છે. અરવલ્લીમાં 19 કેસ હતા જે છ દિવસમાં વધીને 47 એ પહોંચી ગયા છે. તો તમને એ પણ જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં ગઇ કાલે રાત્રે જ 25 નવા કેસ નોંધાયા હતા.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ