જામનગરમાં આયોજિત લોકડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર થયો નોટોનો વરસાદ
જામનગરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું ગઈ કાલના આયોજન કરાયું હતું. આ ડાયરામાં ભજનની રમઝટ વચ્ચે જામનગરનાં\ ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ હાજરી આપી હતી. આ દરમિયન પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેની સાથે લોકડાયરામાં પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા અને કાંધલ જાડેજા દ્વારા પણ મન મૂકીને પૈસા ઉડાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગમાં 484 મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે આ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતના કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. તે સિવાય કલાકારો પર આ લોકડાયરામાં ચલણી નોટનો વરસાદ થયો હતો.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદનાં કપલનું રાફ્ટિંગ બોટ પલટી ખાઈ જતા કરુણ મોત
આ પણ વાંચો: જામનગરમાં આયોજિત લોકડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર થયો નોટોનો વરસાદ
તેની પૂર્વ રાજ્યમંત્રી હકુભાનો જન્મદિવસ પણ રહેલો હતો તેના લીધે લોકડાયરામાં તેમના પર પણ ચલણી નોટોનો સતત વરસાદ કરવામાં આવ્યો હતો. આ લોકડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી પર રૂપિયા 10 ની ચલણી નોટથી માંડીને રૂપિયા 2000 સુધીની નોટોનો વરસાદ થયો હતો. તેની સાથે માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના ભવ્ય લોકડાયરામાં ભારતીય રૂપિયા સિવાય ડોલર અને યુરોનો પણ વરસાદ થયો હતો.
તેની સાથે સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય રીવાબા જાડેજા પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સિવાય કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને જાણીતા બિલ્ડર મેરામણ પરમાર દ્વારા પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા પર પણ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.