રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં પરશોત્તમ રૂપાલા ને લઈને બીજા એક સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠક બાબત માં જ્યોતિ ટીલવા દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં તેમના દ્વારા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોતમ રૂપાલા ની તરફેણમાં લખવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવા દ્વારા મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે-બે વખત માફી માંગ્યા પછી આટલો ઈસ્યુ કરે તે વ્યાજબી કહેવાય નહીં. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબ ને સાથ આપો. એવામાં પોસ્ટ ને લઈ પાટીદાર યુવકો દ્વારા રૂપાલાની તરફેણમાં કોમેન્ટસ લખવામાં આવી હતી.
તેની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા રાજપૂત સમાજને અપીલ કરતા કહેવામાં આવ્યું છે કે, પરશોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે હવે તેમને માફ કરી દો. પરશોત્તમ રૂપાલા થી ભૂલ થઈ ગઈ તેમના દ્વારા માફી પણ માંગવામાં આવી છે. પરશોત્તમ રૂપાલા ને ક્ષત્રિય સમાજ દ્વારા માફ કરવામાં આવે. જ્યારે લોકસભા ચૂંટણી સમયે પરશોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ વિશે ના નિવેદન બાદ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાને માફ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.