ઓડિશા ટ્રેન અકસ્માતમાં 233 થી વધુ લોકોના મોત, ઘાયલોએ કહ્યું કે અચાનક ઝટકો લાગ્યો અને..
Odisha Train Accident ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ઘણા વર્ષો પછી થયેલ આવી ભયાનક ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ ધ્રુજી ગયો છે. અકસ્માતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે વિવિધ એજન્સીઓનું રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. દરમિયાન ઘટનાના પ્રત્યક્ષદર્શીઓની ઘણી દર્દનાક વાતો બહાર આવી રહી છે. જેને સાંભળીને બધા કંપી જશે.
કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા ચેન્નઈ જઈ રહેલા એક મુસાફરે કહ્યું કે અમે S5 બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. ઘટના સમયે હું મારી સીટ પર સૂતો હતો. અચાનક એક ઝટકો લાગ્યો અને બોગી પલટી ગઈ. પાછળથી મેં જોયું કે કોઈનું માથું નહોતું અને કોઈનો હાથ કે પગ કપાઈ ગયો હતો. અમારી સીટ નીચે એક 2 વર્ષનો બાળક હતો જે બચી ગયો હતો. બાદમાં અમે તેના પરિવારના સભ્યોને બચાવ્યા.
અન્ય એક મુસાફરે કહ્યું કે હું થાકી જવાને કારણે સૂતો હતો.જ્યારે ટ્રેન અકસ્માત થયો, ત્યારે મારી બોગી પલટી ગઈ. આ કારણે અચાનક મારી આંખ ખુલી ગઈ. ત્યાં સુધીમાં 10-15 લોકો મારા ઉપર પડ્યા હતા. હું તેમની નીચે દબાયેલો હતો. મારી ગરદન અને હાથ પર ઇજાઓ હતી. કોઈક રીતે અમે બોગીમાંથી બહાર નીકળ્યા ત્યારે આ નજારો જોઈને અમે ચોંકી ગયા.કોઇ મુસાફરનો પગ કપાઈ ગયો હતો અને કોઈનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત થઈ ગયો હતો. કોઈનો હાથ અલગ થઈ ગયો હતો.