ઉત્તરાયણના પર્વની રાજ્યભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ તેની સાથે પતંગની દોરીના લીધે ભારે અકસ્માત પણ સર્જાઈ છે. એવામાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઈમરજન્સી કોલમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે 30 થી વધુ ફાયરવિભાગને કોલ પ્રાપ્ત થયા છે. અમદાવાદની વાત કરીએ તો 108 માં સાંજે આઠ વાગ્યા સુધીમાં 2792 કેસ સામે આવ્યા હતા. જે ગયા વર્ષની સરખાણી કરતા આ વર્ષના કેસમાં વધારો થયો છે.
અમદાવાદમાં 108 માં 2,792 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાં દોરી વાગવાના લીધે અકસ્માતનો વધારો થયો છે. આ સાથે કરુણા અભિયાનમાં પણ ઇમરજન્સી કોલમાં પણ વધારો થયો છે. કરુણા અભિયાનમાં અત્યાર સુધીમાં 1,327 કોલ આવેલા છે. જેમાં 834 પશુ અને 439 પક્ષીને ઈજા પહોંચી હોવાના કોલ સામે આવ્યા છે.
આ રાજ્યમાં દોરી વાગવાના 66 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 27, વડોદરા 7, સુરત 7, ભાવનગર અને રાજકોટમાં 4-4 કેસ સામે આવ્યા છે. બીજા શહેરોમાં બે કે ત્રણ કેસ સામે આવ્યા છે. જ્યારે રોડ અકસ્માતની વાત કરીએ તો અત્યાર સુધી 513 કેસ નોંધાઈ ચુક્યા છે. તેમાં પણ સૌથી વધુ 99 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન ફાયર બ્રિગેડને પણ કોલ પ્રાપ્ત થયા છે. જેમાં 35 જેટલા કોલમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી પણ કરવામાં આવી છે. જેમાં ફસાયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમ છતાં હજુ પણ આ આંકડો વડે તેવી શક્યતા રહેલી છે.