દોઢ વર્ષની બાળકીની બિનવારસી હાલતમાં મળી આવી લાશ, સમગ્ર અહેવાલ વાંચીને તમે પણ ચોંકી જશો
હમણાંથી નવજાત શિશુને એકલું ત્યજી દેવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયલા હાઈવે ખાતે આવેલા શાપર નામના ગામ નજીક નાળામાંથી આશરે દોઢ વર્ષની બાળકી બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર બાબતે ચોટીલા પોલીસને જાણ થતાં જ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું કે આ બાળકીને બીજા કોઈએ નહિ પણ તેના ખુદના સગા માતા પિતાએ જ તેની હત્યા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સાયલા-ચોટીલા હાઈવે પર આવેલ શાપર નામના ગામ નજીકથી દોઢ વર્ષની બાળકીનો એક નાળામાંથી બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલાની જાણ થતાં જ ચોટીલા પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પર પહોંચી હતી. અને ફોરેન્સિક પીએમ માટે બાળકીના મૃતદેહને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં બાળકીની હત્યા કરાઈ હોવાનુ સામે આવતા પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવા તાજવીજ હાથ ધરી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે બાળકીની હત્યા કરનારને ઝડપી પાડ્યા હતા. જેમાં સામે આવ્યું કે આ બાળકીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેના સગા માતા-પિતા જ છે.
આ પણ વાંચો: વરસાદને લઈને મોટા સમાચાર, અમદાવાદમાં કડાકાભેર વીજળી સાથે આવી શકે છે માવઠું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મનસુખભાઈ તેમજ તેમના પત્ની પ્રકાશબેનને પાંચ દીકરીઓ હતી. આથી તેઓના ઘરમાં શાંતિ રહેતી નહતી. તેઓ વચ્ચે હંમેશા ઝઘડા થતા હતા. તુરે તેઓ ખડગુંદા ગામે પુત્રી રુહીને લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર તેમની બાઇક એક હોટલ પાસે સ્લીપ ખાઈ જતાં માતા પિતા તેમજ દોઢ વર્ષની રુહી ત્રણેય જણા નીચે પટકાયા હતા. ત્યારે માનસુખભાઈએ તેમની પત્નીને કહ્યું કે આપણી દીકરી અપશુકનિયાળ છે અને એટલે જ આપણું એક્સિડન્ટ થયું. અને બાદમાં તે લોકોએ માસુમ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ કરશે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી
આ પણ વાંચો: Breaking News: ગેસ સિલિન્ડરના ભાવમાં 172 રૂપિયાનો ઘટાડો, જાણો Latest ભાવ