GujaratMadhya Gujarat

વડોદરામાં બંધ કંપનીમાં ચોરી કરવી ચોરોને પડી ભારે, હોઝમાં પડતા એકનું મોત, એકનો બચાવ

વડોદરાના નંદેસરી જીઆઇડીસીથી વિચિત્ર ઘટના સામે આવી છે. વડોદરા શહેર પાસે આવેલ નંદેસરી જીઆઇડીસીમાં વર્ષ 1990 થી બંધ ઉષ્મા કેમિકલમાં ગુરુવારના બે ચોર ચોરી કરવા માટે અંદર ઘુસ્યા હતા. પરંતુ તે ચોરને અહીં ચોરી કરવું જવું પડ્યું ભારે પડ્યું હતું. કેમકે એક યુવક હોઝમાં પડતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા બીજા ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વડોદરાના નંદેસરી જીઆઇડીસીમાં આવેલ ઉષ્મા કેમિકલ કંપની વર્ષ 1990 થી બંધ હાલતમાં રહેલ છે. એવામાં ગુરુવારના સાંજના સમયે પ્રકાશ જાડેજા અને યોગેશ સાતમસિંગ ગોહિલ ચોરી કરવાના ઈરાદે કંપનીમાં ઘુસ્યા હતા. પરંતુ આ દરમિયાન કંપનીની અંદર બનાવવામાં આવેલ હોઝમાં પ્રકાશ અને યોગેશ પડી ગયા હતા. જ્યારે બંને દ્વારા બચવા માટે બુમ પાડવામાં આવતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. તેમ છતાં કંપની વર્ષોથી બંધ હોવાના લીધે હોઝમાં અનેક ઝેરી જીવ-જંતુ હોવાની આશંકા રહેલી હતી. તેના લીધે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને આ મામલામાં જાણ કરવામાં આવતા નંદેસરી પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.

ત્યાર બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. તે સમયે પ્રકાશ જાડેજાનું ડૂબવાના લીધે મોત નીપજ્યું હતું. જ્યારે યોગેશને લોકોએ જ બહાર કાઢી લેવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો. નંદેસરી પોલીસ દ્વારા પ્રકાશના મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો. આ સિવાય યોગેશની પોલીસ દ્વારા અટકાયત કરીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, પ્રકાશ વેલ્ડિંગની નોકરી કરી રહ્યો હતો. આ અગાઉ તેની વિરુદ્ધ દારૂનો કેસ હોવાના લીધે ગુરુવારે તેની કોર્ટની મુદત વધી ગઈ હતી. તેના લીધે તે નોકરી પણ ગયેલો નહોતો. કોર્ટની મુદત પૂર્ણ થયા બાદ યોગેશ સાથે ચોરીનો પ્લાન બનાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.