અમદાવાદ ના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર માં પત્રિકામાં નામ છપાવવા બાબત માં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ અથડામણમાં બે જૂથો દ્વારા પથ્થરમારો કરાયો હતો. આ પથ્થરમારા દરમિયાન એક વૃદ્ધા નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે સાત લોકોને ઈજા થઈ છે. ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસ દ્વારા સ્થળ પર તથા હોસ્પિટલ પહોંચીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વૃદ્ધા ના મોત તથા પથ્થરમારા બાબતમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં ઝોન-1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે જૂથ વચ્ચે મંદિરના જીર્ણોદ્ધાર માં પત્રિકામાં નામ છાપવા બાબતમાં કેટલાક સમયથી આંતરવિગ્રહ ચાલતો હતો. જ્યારે આજે આ વિગ્રહ વધુ ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે, વસ્ત્રાપુર માં આવેલા ભરવાડ વાસમાં એક મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ યોજવાનો છે. જ્યારે પત્રિકામાં નામ છાપવા બાબતમાં બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલતો હતો. એવામાં આ મામલો ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે પથ્થરમારો કરાયો હતો. આ પથ્થરમારાની ઘટનામાં સાત લોકોને ઇજા થઈ હતી. જ્યારે 70 વર્ષના નેવી બેન મેવાડા નામના વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે.
ઘટનાની જાણકારી મળતા ડીસીપી, એસીપી, પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પરથી લોકોને દૂર કર્યા હતા અને ઘટનાસ્થળ ઓર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું હતું. આ સિવાય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચતા પોલીસ દ્વારા તમામ લોકોને હોસ્પિટલ પાસેથી પણ દૂર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે મૃતક મહિલાનો મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.