AhmedabadGujarat

અમરનાથ યાત્રામાં અટવાયેલા વધુ એક ગુજરાતીનું મોત, શક્તિસિંહ ગોહિલે આપી જાણકારી

બે દિવસ પહેલા અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના એક યાત્રીનું મોત નિપજ્યા બાદ હવે ભાવનગરના એક મહિલાનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લાના સિદસર નામના ગામ ખાતે રહેતા શિલ્પા ડાંખરાનું લોવર વેલી પાસે મોત નીપજ્યું છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મૃતદેહને સત્વરે ગુજરાત ખાગે લાવવામાં આવશે. તેમણે આ માટે તજીને શ્રાઈનબોર્ડના પદ્દાધિકારીઓ સાથે વાતચિત કરી લીધી છે. મૃતદેહને એરલિફ્ટ કરીને જલ્દીથી ગુજરાતમાં તેમના વતન પહોંચાડાશે. શક્તિસિંહે વધુમાં કહ્યું મેં અમરનાથ યાત્રામાં સરકાર સુવિધામાં વધારો કરે તે અત્યંત જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રા ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે બીજીવાર બંધ કરવામાં આવી છે. જેના લીધે થઈને બાબા અમરનાથના દર્શન કરવા જવાના રસ્તે શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા છે. ત્યારે ગુજરાતથીઅમરનાથની યાત્રાએ શ્રદ્ધાળુઓ પણ ત્યાં ફસાયા છે. બે દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે અમરનાથના પંચતરણીમાં 30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ
ફસાયા છે. સોશિયલ મોડિયામાં વીડિયો મૂકીને તે લોકોએ ગુજરાત સરકાર પાસેથી મદદની માંગણી કરી હતી. ત્યારે આ બધા વચ્ચે જ વડોદરાના એક 58 વર્ષની ઉંમરના વૃદ્ધનું અમરનાથ યાત્રા દરમિયાન મોત નીપજ્યું હતું.

નોંધનીય છે કે, અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના આશરે 30 જેટલા લોકો અમરનાથના પંચતરમા ફસાયા છે. આ કારણે ગરમ કપડા માટે તેઓએ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જેથી તમામ ગુજરાતીઓએ આ બાબતને લઈને ગુજરાત સરકારને એક અપીલ કરી છે. યાત્રાળુઓએ કહ્યું કે, તેમની પાસેથી 5 રૂપિયાની મેગીના અહીં 100 રૂપિયા વસૂલવામાં આવી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ રસ્તામાં અટવાય ગયા છે અને તેમનાથી ઠંડી સહન થતી નથી, માટે જલ્દીથી તેમનું રેસ્કયુ કરવામાં આવે.