South GujaratBharuchGujarat

ભરૂચમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, હોસ્પિટલમાં જોબ કરતા 32 વર્ષીય યુવાનનું મોત

આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેકના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર ભરૂચથી આવ્યા છે.

ભરૂચની એપેક્ષ હોસ્પિટલના મેલ નર્સ 32 વર્ષીય યુવાનનું હોસ્પિટલમાં હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. એવામાં યુવાનના મૃત્યુથી હોસ્પિટલ સ્ટાફ, ગ્રામજનો અને પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે ફરજ બજાવનાર 32 વર્ષીય શહેઝાદ ઈકબાલ રાયલીનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું છે. ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે શહેઝાદ ઈકબાલ રાયલી ઓપરેશન થીયેટર ફરજ બજાવી રહ્યો હતો. તેમનું હાર્ટએટેકનું અકાળે મૃત્યુ નીપજ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગઈ કાલ સાંજના સમયે તે હોસ્પિટલમાં હાજર રહેલા હતા. તે સમયે અચાનક તેને ગભરામણ થતા તેને હોસ્પિટલ સંચાલકો દ્વારા તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પરંતુ તેમની તબિયત વધુ બગડતા તેને આઇસીયું વિભાગમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તે દરમિયાન શહેઝાદનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અચાનક તેમના મૃત્યુથી પરિવાર, હોસ્પિટલ સ્ટાફ સહીત નબીપુર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. તેમ છતાં નોંધનીય છે કે, શહેઝાદના પાંચ વર્ષના લગ્નગાળામાં તેને એક બે વર્ષીય પુત્ર પણ રહેલા છે. જ્યારે શહેઝાદ તેના પિતાનો એકનો એક પુત્ર હતો.

જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રીકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દીમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.

ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિતની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતીને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.

CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.