GujaratSaurashtra

પુરુષોત્તમ રૂપાલાની વિરોધ યથાવત : ભાવનગરના ભાજપ ઉમેદવાર સભામાં ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બાબતમાં રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં ક્ષત્રિયો દ્વારા ભાજપને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. તેમ છતાં ભાજપ દ્વારા હજુ પણ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી જ ચૂંટણી લડાવવા માટે મક્કમ રહેલા છે. એવામાં આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા આજે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે.

તેની સાથે રાજકોટમાં શક્તિપ્રદર્શન સાથે ક્ષત્રિયોને અપીલ કરતા જણાવ્યું કે, અમને ક્ષત્રિય સમાજના સાથની પણ જરૂરીયાત છે. જ્યારે બીજી તરફ સરકાર સાથેની બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ તેમના નિર્ણય પર અટલ રહેલ છે. ક્ષત્રિય સમાજ દ્વારા જણાવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો આંદોલન પાર્ટ-2 ની શરૂઆત થશે. 20 તારીખના બેઠકમાં રણનીતિ ઘડવામાં આવશે. આ વચ્ચે આજે ભાવનગરમાં નિમુબેનની સભામાં હોબાળો પણ થયો હતો. ક્ષત્રિય યુવાનો દ્વારા કાળા વાવટા દેખાડી રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા વિરોધ કરનારાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.

જ્યારે ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે. નીમુબેન પોતાના ઘરે મંદિરના દર્શન અને પૂજા પાઠ કરી સભા સ્થળે જવા માટે રવાના થયા હતા. નિમુબેનની સાથે ભાજપના શહેર પ્રમુખ સહિતના લોકો પણ જોડાયા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શહેરના એ. વી સ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નિમુબેન સભા સંબોધે તે પહેલા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. નિમુબેનની સભામાં રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તેની સાથે ભાવનગર નીમુબેનની સભામાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યો છે. ક્ષત્રિય યુવાનો આ કાર્યક્રમમાં કાળા વાવટા સાથે સભામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, મનસુખ માંડવિયાની સ્પીચ ચાલી રહી હતી તે સમયે ક્ષત્રિય યુવકો દ્વારા કાળા વાવટા ફરકાવીને ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ અનેક ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલ દ્વારા સ્ટેજ પર ચડી તેમનું રાજીનામુ જિલ્લા પ્રમુખને આપવામાં આવ્યું હતું.