GujaratAhmedabad

પી. ટી. જાડેજા એ ક્ષત્રિય સમાજના પાર્ટ-૨ આંદોલનને લઈને આપ્યું મોટું નિવેદન

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-1 પૂર્ણ થયા બાદ હવે પાર્ટ-2 ની શરૂઆત થવાની છે. જેમાં સંકલન સમિતિ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન માટે અપીલ કરવામાં છે. એવામાં સંકલન સમિતિના સભ્ય પી. ટી. જાડેજા જામનગર આજે પહોંચ્યા હતા.

જામનગરમાં પી. ટી. જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા રોષ કરવામાં આવી રહ્યો છે. ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે તે 7 તારીખના પેટી દેખાડશે. અમે યુવાનોને જણાવ્યું છે કે, બેટી બચાવવી હોય તો પેટી છલકાવી નાખજો. પેટી એ જ પરચો છે એટલે પરસોત્તમભાઈને ખ્યાલ આવે જાય કે, આ ટીપ્પણીથી શું થયું? આ સિવાય આંદોલનના પાર્ટ-2 માં દ્વારકાથી એક ધર્મરથ પ્રારંભ કરવાની પણ જાહેરાત કરાઈ હતી.

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ તેની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરાઈ રહી છે. સંકલન સમિતિ દ્વારા બેઠક કરી રજૂઆત કરવામાં આવી પરંતુ તેની ટિકિટ રદ કરવામાં ન આવી નહોતી. પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ રહેલો છે. ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે તે 7 તારીખના પેટી દેખાડશે. અમે યુવાનોને જણાવ્યું છે કે, બેટી બચાવવી હોય તો પેટી છલકાવી નાખજો. આ પેટીથી પુરુષોત્તમભાઈને ખ્યાલ આવી જાય કે, તેમની ટીપ્પણીથી શું થયું.