પદ્મિની બા વાળાએ કહ્યું કે, “રાહુલ ગાંધી એ સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ”
લોકસભાની ચુંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી દ્વારા અવનવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. ભાજપના નેતા દ્વારા પહેલા અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા-રજવાડા અંગે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. આ મામલામાં મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધીએ આ નિવેદન પર માફી માંગવી જોઈએ. તેની સાથે જ ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનોને જયચંદ પણ તેમને ગણાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, ભાજપ પર ક્ષત્રિયો ભારે રોષ રહેલો છે. એવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારા રાજા-રજવાડા અંગે આપવામાં આવેલા નિવેદન અંગે રાજકોટ ક્ષત્રિય સમાજ ના મહિલા અગ્રણી પદ્મિની બા જાડેજા દ્વારા રાહુલ ગાંધી સામે રોષ ઠાલવતા નિવેદન આપવામાં આવ્યું હતું.
પદ્મિનીબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા બોલવામાં આવેલ તેમના શબ્દો પાછા લેવા જોઈએ. રાહુલ ગાંધી એ સમગ્ર ક્ષત્રિય સમાજની આ મામલે માફી માંગવી જોઈએ. જ્યારે કોઈપણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ વિશે બોલી જઈ રહ્યું છે, તે ક્ષત્રિય સમાજને સમજે છે શું? તેઓ આ બાબતમાં આગામી સમયમાં વિરોધ પર ઉતરશે. પદ્મિનીબાએ તે પણ કહ્યું કે, કોઈ જ પક્ષપાત હોવો જોઈએ નહીં. ભાજપ હોય કે કોંગ્રેસ જે પણ ક્ષત્રિય સમાજ વિશે બોલે છે તેમનો વિરોધ કરવામાં આવવો જોઈએ.
તેની સાથે તેમના દ્વારા ક્ષત્રિય સમાજના જ કેટલાક આગેવાનો ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પદ્મિનીબાએ નામ લીધા વગર ક્ષત્રિય સમાજના અમુક અગ્રણીઓને જયચંદ ગણાવી દીધા હતા. તેમને તે પણ કહ્યું કે, આવા જયચંદના લીધે ક્ષત્રિય સમાજ 20 વરસ પાછળ ચાલ્યો ગયો છે. અમે આ લડત જીતશું જ પરંતુ અમુક જયચંદોના લીધે સમાજને નુકસાન પહોંચી રહ્યું છે.