
ધંધુકામાં મહિલા ના અંડરવેર ચોરી થવાની બાબતને લઈને બે જૂથો સામસામે આવી ગયાની ઘટના સામે આવી છે. મહિલા તેના અંડર ગારમેન્ટ બહાર દોરી પર સુકવી રહી હતી ત્યારે ઘણા દિવસથી તેના અંડર ગારમેન્ટ ગાયબ થઈ જતા હતા. જેથી મહિલાએ આ બાબતે નજર રાખી તો જાણવા મળ્યું કે તેનો પાડોશી જ તેના અંડર ગારમેન્ટ ચોરી રહ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે બે જૂથો સામસામે આવી ગયા હતા. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ સમગ્ર મામલે પોલિસે જણાવ્યું હતું કે, મહિલા તેના અંડરગાર્મેન્ટ્સ બહારની બાજુ દોરી પર સૂકવતી હતી. ત્યારે કેટલાક દિવસથી તેના અંડર ગારમેન્ટ ચોરી થતા તેને નવાઈ લાગી હતી. આ માટે અંડર ગારમેન્ટ ચોરી કરનાર આરોપીને રંગેહાથ પકડવા માટે મહિલાએ પોતાના મોબાઈલથી ચોરીછૂપીથી સ્ટિંગ વીડિયો ઉતાર્યો હતો. 26 જૂનના રોજ મહિલાએ તેના ફોનમાં કરેલ સ્ટિંગ વીડિયો ફૂટેજમાં જોયું કે તેના અન્ડરગાર્મેન્ટ્સની તેનો જ પાડોશી ચોરી કરી રહ્યો છે. મહિલાએ બીજા દિવસે પાડોશી પર ખાનગી રીતે ચાંપતી નજર રાખી જેમાં તેણે ફરી તેના પાડોશીને અન્ડરગાર્મેન્ટ્સની ચોરી કરતા જોયો હતો. ત્યારપછી મહિલાએ પાડોશીનો પીછો કરતા તેના અગાઉ ચોરી થયેલા અન્ડરગાર્મેન્ટ્સ મળી આવ્યા હતા. ત્યારે અંડર ગારમેન્ટ્સની ચોરી કરનાર પાડોશી સાથે મહિલાએ ઝઘડો કરતા આરોપીએ ગુસ્સે થઈને મહિલાની છેડતી કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. જેથી મહિલાએ મદદ માટે જોર જોરથી બૂમો પાડતા તેના પરિવારના લોકો લાકડીઓ તેમજ લોખંડની પાઇપો સાથે ઘટનાસ્થળ પર તાત્કાલિક પહોંચી ગયા હતા. અને અંડરગારમેન્ટ ચોરી કરનાર આરોપી તેમજ તેના સંબંધીઓ પર હુમલો કર્યો હતો. તો જવાબમાં આરોપીના સંબંધીઓએ પણ વળતો હુમલો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, સામસામે થયેલા આ હુમલામાં 8 થી 10 લોકો ઘાયલ થયા હતા. આ સમગ્ર મામલે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તો હુમલાને લઈને પોલીસે કુલ 20 લોકોની ધરપકડ કરી છે.