GujaratAhmedabad

ગુજરાતમાં વધુ એક વખત પેપર ફૂટ્યું, સંસ્થાએ આપ્યું મોટું નિવેદન…..

ગુજરાતમાં વધુ એક પેપર ફૂટયાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક ધોરણનું વાર્ષિક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું છે. આણંદના મોગરીની જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ 8 નાં તમામ પેપર ફૂટયા હોવાનું સામે આવ્યું છે. જ્ઞાનયજ્ઞ વિદ્યાલયમાં ધોરણ-8 ના પેપર ફૂટવાની ઘટનાને સંસ્થા દ્વારા સ્વીકારવામાં પણ આવી છે. શાળાના વ્યવસ્થાપક દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, આણંદના મોગરીમાં આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય નામની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ હોવાની જાણકારી સામે આવી છે. ધોરણ 8 ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા શાળા તંત્ર દ્વારા આ મામલામાં જરૂરી પગલા ભરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. તેની સાથે સંસ્થા દ્વારા પેપર ફૂટ્યાની વાતને સ્વીકારવામાં પણ આવી છે.

આ ઘટનાને લઈને જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલ દ્વારા મોટું નિવેદનમાં આપવામાં આવ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પેપર ફૂટ્યું છે તે વાત તદ્દન સાચી છે. આ સાથે જ હવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. પેપર ફૂટવાની બાબતમાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ સિવાય વાલીઓ દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, નડીયાદના પ્રિન્સીપાલ દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું છે. તેમ છતાં વાલીઓના ભારે વિરોધ બાદ શાળા તંત્ર ધંધે લાગ્યું છે અને આ બાબતમાં વધુ તપાસ શરુ કરી છે.